Gujarati Quote in Jokes by Brijesh Gajjar

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાપુ અમેરિકા ફરવા ગયા, બાપુ ને મોજ પડે ભાઈ ભાઈ.
બાપુ રાજકોટ થી કાચી પા તારી લવલી નાખી ને માવા લઈ ગયા તા.

બાપૂ ના રેવાનું જાહેર મા ગજવા મા થી આમ માવો
કથીયો. દાત થી ચુના ની કોથળી ટોડી ને હેય માવા મા જો પીચકારી નાખી ને માવા હાથ થી ગશીને તૈયાર કર્યો ભાઈ ભાઈ.
ને જો આમ કરીને મોઢા મા નાખવા જતા તા .....

પોલીસ વાળો ( અમેરિકા નો પોલીસ વાળો હો.. )
:- કાકા આ શું છે.

બાપુ :- માવો

પોલીસ વાળો :- આ અહી ના ખવાય તમે ૧૦૦ ડોલર નો દંડ કરીશ. ( આ જ આ ગુજરતી ને હું દંડ કરીશ, પેલા ને વિઝા શું આપી દીધા બધા....... અમેરિકા ને ગુજરાત બનવા નીકળ્યા છે. )

બાપૂ :- અરે ભઈ સાહેબ, લગીર ચાખો તો ખરા. ( આજ ગોરિયા તને જો માવો ના ખવડાવું તો હું ગુજરાતી રાજકોટ નો નઈ )

પોલીસ વાળો :-. આમાં નિકોટીનીશ આવે જે શરીર માટે સારું ના લેવાય

બાપૂ :- હવે શું નિકોટીનીશ સાહેબ. હેડો એક ચપટી લો.

પોલીસ વાળો :- ના લાવો ૧૦૦ ડોલર ચાલો.

બાપૂ :- સાહેબ લો લો ( આખી જીંદગી કાઢી નાખી રાજકોટ ના પોલીસ વાળા ને ૧૦ રૂપિયા નથી દીધા ને તને ૬૦૦૦૦ રૂપિયા આલુ બાપૂ નુ ગણિત પાકું હો ) જો સાહેબ એક ચપટી તમે લો જો ના ભાવે તો હું તમને ૫૦૦ ડોલર આપુ.

પોલીસ વાળો :- ( માવા બાજુ જોઈ નાની નાની. ચપટી ભરીશ તો ૧૦ x ૫૦૦ = ૫૦૦૦ ડૉલર ) ના બિલકુલ નાહી.

બાપૂ :- અરે મારા સમ સાહેબ, ને તમે લગીર માવો ના ખવ તો ૧૦૦૦ ડોલર આપુ, હેડૉ તમારે પોલીસ ઠાને.

બાપૂ ને પોલીસ વાળો પોલીસ સ્ટેશન ગયા બધા ને વાત કરી ને કબૂલાત કરવી મોટા સાહેબ જોડે.

અમેરિકા ના પોલીસ વાળા ખુશ થતા જાય કે આ જે કોક ગુજરાતી લાગ મા આયો છે.


પછી તો બાપૂ ગુજરાત ના વિકાસ ની વાતો કરે. કંઇક
સોરઠ ની વાતો, નર સિંહ મેહતા ને કંઇક કેટલી યે વાતો કરી. પૂરા ૩ કલાક ડાયરો જામ્યો ભાઇ ભાઈ.

બાપૂ :- લો તારે રામ રામ સાહેબ.

બધાય પોલીસ વાળા એક સાથે :- એ રામ રામ બાપૂ.

બાપૂ :- ૨૦ ચપટી x ૫૦૦ = ૧૦૦૦૦ ડૉલર લાવો.

પેલા પોલીસ વાળા એ ૧૦૦૦૦ ડૉલર ખુશ થઈ ને આપ્યા. ને બીજો ૧૦૦૦૦૦ નો એડવાન્સ ઑર્ડર આપ્યો.

બાપૂ રાજકોટ મા આવી ને ૪ બગંડી લઈ ને ફરે છે.


તો બોલો માવા દેવ ની જય.

Gujarati Jokes by Brijesh Gajjar : 111104295
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now