#kavya #poem
આ બધાંથી પર થવામાં છું હવે
આખરે, તત્પર થવામાં છું હવે
મુક્ત છે જા આજથી તું, હે તરસ !
છેવટે, પગભર થવામાં છું હવે
વ્યર્થ ગઈ ઉપચારની ચેષ્ઠા બધી
હું જ, ચારાગર થવામાં છું હવે !
વારસાગત વેર છે, આ વિશ્વને
એ, અઢીઅક્ષર થવામાં છું હવે
આ વખત મંથન થશે, સંબંધનું
સંભવિત્ શંકર થવામાં છું હવે !
થઈ ગયો સામેલ હું પણ રાસમાં
નટ મટી, નટવર થવામાં છું હવે
દઈ શકે દ્રષ્ટાંત ઈશ્વર, અન્યને
એટલો, સધ્ધર થવામાં છું હવે !
-Gaurav Trivedi