શિવરાત્રી છે શિવ ની
અને શક્તિ છે શિવની
શિવરાત્રી છે મિલન રાત્રી
શિવ-શક્તિ ની મિલન રાત્રી
શિવરાત્રી એ ન પૂજીએ માત્ર શિવને
પણ પૂજીએ એકસાથે શિવશક્તિ ને
શિવ કારણ છે સૃષ્ટિના અસ્તિત્વ નું
પણ શક્તિ કારણ છે શિવના અસ્તિત્વ નું
પ્રારંભ સૃષ્ટિ નો શિવ થી થાય
પ્રારંભ શિવ નો સતી થી થાય
શિવ પિતા છે સમસ્ત જગતના
શક્તિ માતા છે સમસ્ત જગતના
બન્યાં છે શિવ
અર્ધનારેશ્વર શિવ
શિવરાત્રી છે લગ્નરાત્રી
શિવ અને શક્તિ ની લગ્નરાત્રી
માટે શિવરાત્રી
છે મહાશિવરાત્રી
ૐ નમઃ શિવાય