Gujarati Quote in Thought by Parmar Jignesh

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકવાર ચાલને ફરી પાછા મળીએ,

થાક ઉતરી ગયો હોય તો
આ અલ્પિવરામ ને ખસેડીયે,
સફર હજુ લાંબી છે
પછી નહી પહોંચીએ,
લાગણી પર ચડેલી ધૂળને આંસુઓ થી લૂછીએ,
ફરી એજ મસ્તી તોફાનના હિંચકા પર ઝૂલીએ,
મનભેદને નેવૈ મૂકી
મનમેળને સ્વીકારીએ,
એકબીજાની ભૂલને
સ્નેહની હૂંફથી સૂધારીઐ,
વટે ચડેલી વાતને
વ્હાલથી વધાવીએ,
ચાલને ફરી પાછા એકવાર મળીએ,
જિંદગી
કોઈ ના હૃદય માં રેહવું એ
દુનિયા નું સૌથી મોંઘુ
દસ્તાવેજ વગરનું ઘર છે...

Gujarati Thought by Parmar Jignesh : 111103819
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now