તડપ
.......
ફૂલ ને ખુશ્બુ મળે ,
નાવ ને સાગર મળે ,
આપ જો આવો તો ,
દિલ ને દિલદાર મળે ,
બંધ કરી નયન ને ,
અમે તમને નિહાળ્યા છે ,
ખૂલી આંખે દેખાઓ,
તો દિલ ને ટાઢક મળે,
ગુલાબ ની દરેક પાંખડીમાં,
અમે તમને જોયા છે,
મહેક બની ને આવો તો ,
દિલ ને તાજગી મળે,
પંખી ની જેમ ગગન માં ,
તમારી સાથે ઉડવું છે મારે,
આપનો સાથ જો મળે ,
તે જીવન જીવી લેવું છે મારે....!