મળે જો મોકો થોડુંક બેસ્ટ કરી લે,
ખાટો મીઠો બધો ટેસ્ટ કરી લે.?
જાય છે જિંદગી ભાગતી સતત,
થોડીક સમયની કોપી પેસ્ટ કરી લે.
ભૂતકાળને ભૂલીને વધ આગળ,
હવે પછીના વિચારો નેક્ષ્ટ કરી લે.
મૌનના ફળરૂપે પ્રાર્થના મળી છે,
બોલતા હૈયાના ટેક્ષ્ટ કરી લે.
મળે જો મોકો થોડુંક બેસ્ટ કરી લે,
ખાટો મીઠો બધો ટેસ્ટ કરી લે.?
સુખની પળોને સાચવી રાખજે,
દુઃખની ઘડીઓ ને રિજેક્ટ કરી લે.
રાત જાય છે સડસડાટ વહેતી,
હવે થોડો રેસ્ટ કરી લે.
#Unknown