Gujarati Quote in Shayri by Umesh Tamse

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાત ના વંચાય તો લખવું બને,
બસ અહં છલકાય તો લખવું બને.

જિંદગીમાં રોજ મોકા તો મળે,
જો એ ના ઝડપાય તો લખવું બને.

હોય ઈશ્વર આપણી ભીતર છતાં,
સ્હેજ ના વર્તાય તો લખવું બને.

શું છે સારું ને શું છે નરસું અહીં?
એ જો ના સમજાય તો લખવું બને.

કેટલું સુંદર છે માનવનું જીવન!
તોય ના જીવાય તો લખવું બને.

-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)

Gujarati Shayri by Umesh Tamse : 111103574
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now