જિંદગીની એક મજા મળી ,
એમના હાથે મને સજા મળી .
ગુનો એક કર્યો મેં ચાહવાનો ,
ખુદા તરફથી જ્યારે રજા મળી .
વિચારતો હતો પાછા વળવાનું ,
માગૅમાં ત્યારે એક ધજા મળી .
બની બેઠો નિર્ભીક મહારાજા હું ,
લાગણી રૂપી એમની પ્રજા મળી .
ગોઠવ્યો આકાર મનમાં મેં એમનો ,
હસતો ચહેરો ને એમાં લજ્જા ભળી .