Gujarati Quote in Microfiction by Jignasha Parmar

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

@ cp

“મમ્મી જલ્દી બહાર આવ. જો આકાશમા કંઈક છે.”

છ વરસના ટપુએ કદાચ જીવનમા પહેલીવાર આજે મેધધનુષ્ય જોયું હશે.

“બેટા હુ કામ કરુ છુ.”

ટપુ રુમ તરફ દોટ મુકે છે. તેના પપ્પા બારી આગળ જ બેઠા હતા.

“પપ્પા પપ્પા. આકાશમા રંગબેરંગી વાદળો”

એની નિર્દોષ બુધ્ધિ, કદાચ એમ વિચારતી હશે કે પ્પાએ પણ આવું રંગબેરંગી – ચિત્ર ક્યારેય નહી જોયું હોય.

“મેધધનુષ્ય. એને મેધધનુષ્ય કહેવાય.”

“અલગ અલગ રંગો છે પપ્પા.”

“બેટા બધાજ રંગો કંઈક દર્શાવે છે. કંઈક કહે છે. કંઈક શીખડાવે છે.”

“એટલે?”

પપ્પા ટપુને ખોળામા બેસાડે છે અને બારીની બહાર આંગળી ચીંધીને સમજાવવા લાગે છે.

“જાંબલી – જીવનમા ચતુરાઈ તેમજ વિવેકવિચાર શીખાવશે આ રંગ.”

“નારંગી – હંમેશા કંઈક નવું શીખવાની આતુરતા રાખજે. નારંગી રંગ તને ઉત્સાહ અને હોંશ આપશે.”

“વાદળી – આ રંગ તારા જીવનમા વિશ્વાસ અને દ્રઢ મનોબળ લાવશે. “

“લીલો – બેટા આ રંગ વાતાવરણ માટે છે. જો દુર એક ઝાડ છે. તેનો રંગ પણ લીલો છે. જોયું? દર વર્ષે એક નવો છોડ વાવજે.”

“પીળો – આ રંગ આશાવાદી છે. તે ખુશી તેમજ ધર્મનું પ્રતીક છે. તો ક્યારેક આ રંગ માંદગી પણ સુચવે છે.”

“લાલ – આ ભભકતો રંગ ક્યારેક પ્રેમ, ઝડપ, શક્તિ તો ક્યારેક ભયજનક સ્થિતી દર્શાવે છે”

“સફેદ – શાંતિનું પ્રતીક. આપણી સંસ્કૃતિમા કોઈના મરણનું શોક જ્યારે અમેરિકા જેવા દેશોમા લગનમા પહેરે”

“કાળો – બેટા આ રંગ બહુ ઓછાને ગમતો હોય છે. તે ડર, ઉદાસી તેમજ અંધકાર સુચવે છે.”

“તો આ હતા મેધધનુષ્ય ના વિવિધ રંગો. બોલ ટપુ, તને કયો રંગ ગમે છે?”

“લાલ. મારુ બુસકોટ લાલ એટલે મને લાલ રંગ ગમે”

“અરે વાહ”

“તમને કયો રંગ ગમે પપ્પા?”

“કાળો”

“પણ પપ્પા કાળો રંગ તો મેધધનુષ્યમા છે જ નહી.”

ટપુના પપ્પા અંધ હોવાથી કઈ જવાબ નથી આપી શકતા અને કદાચ કાળો રંગ જ તેમના માટેમેધધનુષ્ય હશે.

Gujarati Microfiction by Jignasha Parmar : 111103455
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now