તારા થી જ ઉભરાવ છું ને તારા માં જ છલકાવ છું..
કેમ તેમ છતા પ્રેમ માં તારા હૂઁ તળીયે જ રહીં જાવ છું....
તારા માં જ સંઘરાવ છું ને તારા થકી જ સચવાવ છું..
કેમ તેમ છતાં હૂઁ શોધ માં તારી પોતાનુ સરનામું જ ભૂલી જાવ છું...
તારા થી જ ગુંણાવ છું ને તારા માં જ ઉમેરાવ છું..
કેમ તેમ છતા બાદબાકી તારી કરુ તો હૂઁ શૂન્ય જ વધી જાવ છું..
તારા માં જ પરોવાવ છું ને તારા માં જ જળવાવ છું...
કેમ તેમ છતા અંત માં હૂઁ હંમેશ વેરવિખેર જ રહીં જાવ છું...
તારા લીધે જ હરખાવ છું, ને અઘરો પર તારા જ મલકાવ છું...
કેમ તેંમ છતાં તારા અશ્રુઓ ની ભીનાશ માં જ હૂઁ તણાવ છું..
તારા માં જ દેખાવ છું ને તારા થી જ ઓળખાવ છું.
કેમ તેમ છતા અસ્તિત્વ માં તારા હૂઁ તો નહિવત જ જણાવ છું..
ANv◆