આજે જાણો,
#..."મૃત્યુંજય"અને"મહામૃત્યુંજય"મંત્ર...#
ૐ ત્રયમ્બકં યજામહે સુંગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ |
ઉર્વારુકમિવ બન્ધનામ્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ||
અરે...આ મંત્ર તો લગભગ બધાં જ જાણે છે.
તો શું"મૃત્યુંજય"મંત્ર અને"મહામૃત્યુંજય"મંત્ર અલગ ખરા...?
હા...બંન્ને ભિન્ન છે...જ્યારે ઉપરોક્ત મંત્રની આગળ અને પાછડ બીજ લગાવવામાં આવે છે,ત્યારે મૃત્યુંજય મંત્ર, મહામૃત્યુંજય મંત્રમાં પરાવર્તિત થઇ જાય છે...
તો ચાલો જાણીએ...સૌ પ્રથમ તો,
"મહામૃત્યુંજય મંત્ર"ની ઉત્પતિની કથા:-
મૃકન્ડ ઋષિ ભગવાન શંકરના અનન્ય ભક્ત હતા.તેમને કોઈ સંતાન ન હતું.તે જાણતા હતા કે જો દેવાધિદેવ મહાદેવની તેમની પર કૃપા થઈ જાય તો તેમને અવશ્ય સંતાનની પ્રાપ્તિ થશે…
આ વિચાર મનમાં રાખીને તેમણે ઘોર તપ કર્યું.એક દિવસ ભોળાનાથ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું.ઋષિએ મહાદેવ પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગ્યું. ભગવાન શિવશંકરે પુત્ર પ્રાપ્તિનું વરદાન આપી દીધું.અને ચેતવણી આપતા કહ્યું કે,આ વરદાનની સાથે દુઃખ પણ સંકળાયેલું હશે.છતાં પુત્ર પ્રાપ્તિની ઝંખનાને પગલે ઋષિએ તે વરદાનનો સ્વીકાર કર્યો.ભોળાનાથના આશીર્વાદથી મૃકન્ડ ઋષિને પુત્રની પ્રાપ્તિ થઈ.તેમણે તેમના પુત્રનું નામ "માર્કણ્ડેય"રાખ્યું.જ્યોતિષીઓએ જ્યારે આ બાળકની કુંડળી જોઇ ઋષિને જણાવ્યું કે આ બાળક અલ્પઆયુ નિવડશે.આ બાળકનું કેવળ 12 વર્ષની ઉંમરે મૃત્યુ થશે.આટલું સાંભળતાં જ ઋષિની ખુશી દુઃખમાં પરિવર્તિત થઈ ગઈ.આમછતાં તેમણે હિંમત ન હારી.તેમણે પોતાની પત્નીને સમજાવ્યું કે જે ભોળાનાથે તેમને વરદાન રૂપમાં પુત્ર ભેટ કર્યો છે તે જ રક્ષા કરશે.
ધીરે ધીરે માર્કણ્ડેય મોટાં થવા લાગ્યા.એક દિવસ તેમની માતાને દુઃખી જોઈને પૂછ્યું,તો તેમણે જણાવી દીધું કે,તેનું આયુષ્ય માત્ર 12 વર્ષનું જ છે.બાળઋષિને આ વાતની જાણ થતાં તેમણે પ્રણ લઈ લીધું કે,તે પોતાના માતા-પિતાની ખુશી માટે ભોળાનાથ પાસેથી દીર્ધાયુ થવાનું વરદાન પ્રાપ્ત કરશે.બાળઋષિએ એક મંત્રની રચના કરી.તેને નિત્ય શિવ મંદિરમાં બેસીને જાપ કરવા લાગ્યા.અનેક મંત્રોચ્ચાર પછી એ મંત્ર સિદ્ધ થઈ ગયો.આ મંત્ર હતો….
ૐ ત્રયમ્બકં યજામહે સુંગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ |
ઉર્વારુકમિવ બન્ધનામ્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ||
આ મંત્ર એ મૃત્યુંજય મંત્ર છે.
બાળ માર્કણ્ડેય પૂર્ણ શ્રદ્ધાથી શિવની આરાધના કરવા લાગ્યા.૧૨ વર્ષના થયા ત્યારે યમદૂતો તેમને લેવા માટે આવ્યા.પણ બાળ માર્કણ્ડેય તો ભગવાન શિવની ભક્તિમાં ધ્યાનસ્થ હતા.તે પોતાના અખંડ જાપ પૂરા કરવાના સંકલ્પમાં લાગેલા હતા.યમદૂતો તેમના જાપ પૂરા થવાની રાહ જોવા લાગ્યા.બાળકનું ધ્યાન તૂટ્યું નહિં.યમદૂતોએ પાછા આવીને યમરાજને જણાવ્યું,આ સાંભળીને યમરાજ ક્રોધિત થઈ કહ્યું કે,એ બાળકના પ્રાણ હું લઈને આવીશ.તે એ બાળક પાસે પહોંચી ગયા.બાળકને શું થયું કે તે જોરશોરથી મૃત્યુંજય મંત્રના જાપ કરતાં શિવલિંગને વળગી પડ્યાં.યમરાજે તેને શિવલિંગથી ખેંચવાની કોશિશ કરી.ત્યારે જોરદાર હુંકાર સાથે મહાકાળ પ્રગટ થયા.તેમણે ક્રોધિત થઈને યમરાજાને કહ્યું કે,તમે મારી સાધનામાં લીન ભક્તને પરેશાન કરવાનું દુઃસાહસ કેવી રીતે કર્યું ?
મહાકાળના ક્રોધને જોઈને યમરાજ પણ કાંપવા લાગ્યા.તેમણે કહ્યું કે પ્રભુ હું તો આપનો સેવક છું.આપે જ મને નિયત સમયે પ્રાણ હરવાનો હક આપ્યો છે.આ બાળકનો તમારા વરદાન પ્રમાણે સમય થઈ ગયો છે.તેથી હું તેના પ્રાણ લેવા આવ્યો છું.યમરાજને સાંભળીને શિવનો ક્રોધ થોડો શાંત થઈ ગયો.તેમણે કહ્યું કે તારી વાત બરોબર છે,પણ હું આ બાળકની ભક્તિથી ખુબ જ પ્રસન્ન થયો છું.તેથી હું તેને દીર્ધાયુ થવાનું વરદાન આપું છું,હવે આપ તેના પ્રાણ લઈને ન જઈ શકો.યમરાજે કહ્યું કે પ્રભુ આપની આજ્ઞા સર્વોપરી છે.હું ક્યારેય આપના ભક્ત માર્કણ્ડેય દ્વારા રચિત મૃત્યુંજય મંત્રના પાઠ કરશે તેમને ત્રાસ નહિં આપું.
આવી રીતે મહાકાળની કૃપાથી"માર્કેણ્ડેય"દીર્ધાયુ થઈ ગયા.તેમણે એક એવા મંત્રની રચના કરી જેના પાઠ કરવાથી કાળને પણ હરાવી શકાય છે.
આ છે"મહામૃત્યુંજય"મંત્રનો મહિમા...
સમજાયું ને સૌ ને...? પાક્કું ને???
તો ચાલો...હર હર મહાદેવ...હર...