જો નદી માટે તને આદર નથી,
તો પછી એ દોસ્ત ! તું સાગર નથી.

આ કંઈ પળવારની હરફર નથી,
એ ખરું કે કાયમી એક ઘર નથી.

કલ્પનાઓ ભોગવી તો જાણ થઈ-
વાસ્તવિકતા એટલી સુંદર નથી.

બોલી જાઉં છું સિફતથી જૂઠ પણ,
ટોકતો એ જણ હવે અંદર નથી !

અન્યની દૃષ્ટિ ઉપર સઘળો મદાર,
ખુદની દૃષ્ટિએ કોઈ બર્બર નથી.

એક ઊંડી ખાઈ છે સંબંધમાં,
આમ કંઈ ઝાઝું હવે અંતર નથી.

ઊંઘ નહિતર લડખડાવી ના શકે,
આપણું આ જાગરણ પગભર નથી !

Gujarati Blog by Taran_Goswami : 111102966

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now