બુદબુદા જેમ હું તણાયો છું
ખુદના કુરુક્ષેત્રમાં હણાયો છું
યુગે – યુગ એક છે, નિયમ તો પણ
ઢાઈ અક્ષર માં હું ચણાયો છું
મેય બલિદાન તો દીધાં છે પણ
પારકો કેમ હું ગણાયો છું?
એમના નખ મહી ઝનૂન વધે
વ્યર્થ હું પણ પછી ખણાયો છું
તું જો ઈચ્છે મને ન ઓઢી લે
પ્રેમ ચાદર મહી વણાયો છું
એ ભલે ફેરવી લે આંખ
એમના હોઠે ગણગણાયો છું