'બેફામ'
હા, અમે એ જ છીએ,
બિંદાસ, બેફીકર અને તમારી ભાષામાં કહીએ તો 'બેફામ'
જેની સાથે પ્રેમ તો કરી શકાય, પણ બસ પ્રેમ જ કરી શકાય
જેની સાથે ઘરમાં રહેવાના સપના જોઈ શકાય, પણ ઘર ના વસાવી શકાય,
જેની સાથે લાંબી સફર કરી શકાય, પણ સંગાથી ના બનાવી શકાય,
જેના સાથે દિલ ખોલીને વાતો કરી શકાય, પણ દિલમાં ના વસાવી શકાય
જેના ખોળામાં માથુ નાખીને રડી શકાય, પણ તેને ખભા પર ના સુવડાવી શકાય,
જેને ઘર, બંગલો બધું જ આપી શકાય, પણ એ કાળામોતી તેની કેટેગરીમાં નથી.
હા, અમે એજ કેટેગરીના છીએ જેની સાથે, જેની પર અને જેની સામે તમે 'બેફામ' થઈ શકો છો,
પણ આ બેફામ કેટેગરીના સબંધોમાં
'પ્રેમ' નથી હોતો પણ 'સમર્પણ' હોય છે,
'અપેક્ષા' નથી હોતી છતાં 'વિશ્વાસ' હોય છે,
'માંગણી' નથી હોતી છતાં 'જોડાયેલા' રહે છે
અને તે પણ પોતાના અસ્તિત્વનો કોઈ પણ જાતનો ઢંઢેરો પિટ્યા વગર....