મધુર ????
તારા સ્મિત મધુર ચહેરા નાં રહસ્ય ની ચાવી શોધે છે આ લબ્સ હું તારા મધુર સ્મિત થી તો મંજીલ ભટકતી જાઉં છું.......
મધુર યાદ ને દરિયા ની લહેરો થકી નિહારી,
તારી સાથે વિતાવેલી પળો ની યાદ માં જીવન જીવતી જાવ છું.........
તારી ચાહત માં મારા સપનાં ડાયરી માં છુપાવ્યા, તારા લીધે જ તો આ લબ્સ દર્દ ના દરિયા માં ઉતરતી જાય છે......
રાહ માં કદમ ભરતાં થાકી જવાય,
છતાં હંફાતા કદમો થકી
તારા તરફ ખેંચાતી આવું છું.
હું મોત સાથે ની મધુર મિત્રતા બાંધી,અડગ મને રાહ પર ચાલે જાવ છું
સપનાં ને સત્ય નું દર્પણ બતાવી હું તારા સાથે ના સંબંધો માં મધ રેડવા આ લબ્સ બેબાકળી થાય છે......
હે "લબ્સ"હશે જીવન માં મજા કંઇક,
હું મોત સાથે મિત્રતા બાંધી, જીવન ને પડકાર
ફેંકતી જાવ છું.......
આ લબ્સ તારા પ્રેમ ની દિવાની બની ગઇ છે,
એવી જે સપનાં માં હકિકત ની શોધ માં નિકળી ગઈ છે, જે સપનાં ને મધુરતા માં બોળી વર્તમાન ને સમજાવતી જાવ છું હું વર્તમાન ને સમજાવતી જાવ છું........
શૈમી ઓઝા લબ્સ....
મહેસાણા....