... એય સાંભળ ને મારે
એક વાત કહેવી છે તને ...
કે માફ કરજે મને પૂછ્યાં વગર
તને જ પ્રેમ કરી બેઠી છું !!!
કે માફ કરજે મને કહ્યાં વગર
તને જ ચાહી બેઠી છું !!!
કે અંતર ની લાગણીઓ ને
મનમાં જ દબાવી બેઠી છું !!!
કે દિલ આ મારું માંગ્યા વગર
તને જ આપી ને બેઠી છું !!!
કે તારા સરનામા વગર પણ
સરનામું શોધી ને બેઠી છું !!!
કે તારી નજર ની સામે હું
મારી નજર નમાવી બેઠી છું !!!
કે કોરા આ કાગળ પર ગઝલ
તારી જ લખી ને બેઠી છું !!!