આ દેશ મારો પ્યારો છે
સૌથી જુઓ તો ન્યારો છે.
ઉગે છે જો અહીં સંબંધો નિત્ય
અહીં હૈયે લાગણીનો ક્યારો છે.
આવજો ગમશે ચોક્કસ બધાને
અહીં ડેલીએ રૂડો આવકારો છે.
કોઈનું દુઃખ હરદમ જુઓ દાઝે છે
અહીં માણસાઇનો વરતારો છે.
ગમે છે આ દેશ "નીલ" દેવોને પણ
એટલેજ તો જો અહીં અવતારો છે.
વટવૃક્ષ જેવી ઘટાટોપ છવાયેલી સંસ્કૃતિ છે
ને આ દેશ જેવો બીજો ક્યાં જગે કોઇ આશરો