.
ક્યારેક તમે આવો
ક્યારેક અમે આવીએ
ક્યારેક તમે કંઈક મોકલાવો
ક્યારેક અમે કંઈક મોકલાવીએ
ચાલોને યાર સ્વાર્થ વગર
આપણે મનથી સબંધ નીભાવિએ.
હવે કેટલા વરસ જીવશું ?
ને કેટલું સાથે લઈ જશું ?
ઈર્ષ્યા અહંકાર મુકિને
હ્રદયથી એકમેકને સ્વિકારીએ
તમે આમ કરો તો જ સારા
અમે આમ કરીએ તો જ સારા
_આવા સ્વભાવને હવે_
_ગંગામાં પધરાવીએ_
_નફો નુકસાન હવે જવાદો_
_પહેલા શું થયું ? રહેવા દો_
_જીવનના અંતીમ પડાવને_
_સુખદ સુમનથી સજાવીએ_
_ચાલોને આપણા સ્વભાવને_
_હવે શાંત સરળ બનાવીએ._