Gujarati Quote in Motivational by Kamlesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મહાશિવરાત્રી...
એટલે મારો પ્રાકટ્યદિવસ...
આજ ના દિવસે જ હું,
શ્રીહરી વિષ્ણુજી અને બ્રમ્હાજીના અભિમાનને ચૂર કરવા અગ્નિસ્તંભ સ્વરુપે પ્રકટ થયો હતો...

હાઁ...હું જ ભોળો...હું જ મહાકાલ...
હું જ સોમ અને હું જ રુદ્ર...
હું જ ધૂર્જટી અને હું જ નટરાજ...
હું જ આદી-અનાદી...
હું જ સત્યમ્‌,શિવમ્‌ અને સુંદરમ્‌...
હું જ દેવાધિદેવ મહાદેવ...

આમ તો શિવરાત્રી વર્ષમાં ૧૨ વખત આવે છે...દરેક માસની કૃષ્ણપક્ષની ૧૩(અંધારી તેરસ)એટલે શિવરાત્રી.... પણ મહા માસની શિવરાત્રી એટલે કે "મહાશિવરાત્રી" મને અત્યંત પ્રિય...જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી.

આજથી હું તમને દરરોજ મારા અભિન્ન અંગો વિશે એક એક કરીને મહાત્મ્ય જણાવીશ...

તો થઇ જાવ તૈયાર...કોઇપણ જાતની ભૂલચૂક વગર મહાશિવરાત્રીના દિવસે પોતાની પૂજા-અર્ચનાને સાર્થક બનાવવા...

સૌ પ્રથમ... મારું પ્રિય...

......#.....બીલ્વપત્ર...(બીલીપત્ર)....#....

બીલીપત્ર એક વૃક્ષના પાન છે.જેમાં દરેક પાન ત્રણના સમૂહમાં હોય છે.અને કોઈક તો ચાર,પાંચના સમૂહમાં પણ હોય છે.પરંતુ ચાર, પાંચના સમૂહના પાન દુર્લભ હોય છે. બીલીનું વૃક્ષ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે.બીલીના વૃક્ષને ગંગાજલ દ્વારા સિંચન કરવાથી સમસ્ત તીર્થોનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.બીલીના પાનમાં ઔષધિ ગુણ પણ સમાયેલ છે.જેના ઉચિત ઔષધિ પ્રયોગ દ્વારા ઘણા રોગોનું નિદાન થઈ શકે છે.બીલ્વ વૃક્ષ એ મારું જ સ્વરુપ છે.એની જડમાં શિવલીંગ સ્વરુપે મારો વાસ હોય છે.જેથી કરીને બીલીવૃક્ષના મૂળમાં મારું પૂજન કરવામાં આવે છે. પૂજનમાં વૃક્ષના મૂળ એટલે કે એની જડને સીંચવામાં આવે છે.

"બિલ્વમૂલે મહાદેવં લિંગરુપિણમવ્યયમ્,
યઃ પૂજયતિ પુણ્યાત્મા સ શિવં પ્રાપ્નુયાદ્ ..."

ભાવાર્થ :- બીલીના મૂળમાં લિંગરુપી અવિનાશી મહાદેવનું પૂજન જે પુણ્યાત્મા વ્યક્તિ કરે છે.એનું કલ્યાણ થાય છે. જે વ્યક્તિ બીલીના મૂળમાં જલ સિંચન કરે છે,એને બધા જ તીર્થોનું ફળ મળે છે.

# બીલીપત્ર તોડવાનો મંત્ર :-

બીલી પત્ર સમજી-વિચારી તોડવું જોઈએે.બીલીપત્ર તોડતા પહેલાં નીચેના મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ.

"અમૃતોદ્વવ શ્રીવૃક્ષ મહાદેવપ્રિયઃ સદા

ગૃહ્યામિ તવ પત્રણિ શિવપૂજાર્થમાદરાત્ "

ભાવાર્થ :- અમૃતથી ઉત્પન્ન સૌદર્ય અને ઐશ્ચર્યપૂર્ણ વૃક્ષ મહાદેવને હંમેશા પ્રિય છે.ભગવાન શિવની પૂજા માટે હે વૃક્ષ,હું તમારા પત્રો લઉં છું.

# ક્યારે ન તોડવા બીલીના પાન ?

--> વિશેષ દિવસ અને વિશેષ પર્વો પર બીલીપત્રો તોડવા નિષેધ છે.
--> શાસ્ત્રો અનુસાર બીલી પાન દિવસે જ તોડવા જોઈએ.
--> બીલીના પાન સોમવારે તોડવા નિષેધ છે.
--> બીલીના પાન ચતુર્થી,અષ્ટમી,નવમી,ચતુર્દશી અને અમાસ તિથી હોય ત્યારે તોડવા નિષેધ છે.
--> બીલીના પાન સંક્રાંતીના દિને પણ તોડવા નિષેધ છે.

"અમારિક્તાસુ સંક્રાન્ત્યામષ્ટમ્યામિન્દુવાસરે,

બીલ્વપત્રં ન ચ છીન્દ્યાચ્છિન્દ્યાચ્ચેન્નરકં વ્રજેત્ ".

ભાવાર્થ :- અમાસ,સંક્રાંતી,ચતુર્થી,અષ્ટમી,નવમી અને ચતુર્દશી તથા સોમવારના દિવસે બીલીપત્રો તોડવા નિષેધ છે.

# શું ચઢાવેલ બીલીપત્રો ફરીથી મને અર્પણ કરી શકાય...

"અર્પિતાન્યપિ બિલ્વાનિ પ્રક્ષાલ્યાપિ પુનઃ પુનઃ,
શંકરાયાર્પણીયાનિ ન નવાદિ યદિ ચિત્ "...

ભાવાર્થ :- જો ભગવાન શિવને અર્પણ કરવા માટે નવીન બીલીપત્રો ન હોય તો ચઢાવેલ બીલીપત્રો વારંવાર ધોઈને ફરીથી અર્પણ કરવાનું મહત્વ શાસ્ત્રોમાં વર્ણવ્યું છે.

# બીલીપત્ર અર્પણ કરવાનો મંત્ર :-

મને બીલીપત્ર અર્પણ કરવાથી મનુષ્યની સર્વકાર્ય મનોકામના સિધ્ધ થાય છે. શ્રાવણ માસમાં બીલીપત્રો અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે.
બીલીપત્રો અર્પણ કરતા સમયે નીચે આપેલ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ.

"ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિધાયુતમ્,

ત્રિજન્મપાપસંહારં,એક બિલ્વમ્ શિર્વ્પણમ્ "...

ભાવાર્થ :- ત્રણ ગુણ,ત્રણ નેત્રો,ત્રિશૂળ ધારણ કરવાવાળા અને ત્રણ જન્મોના પાપને સંહાર કરવાવાળા હે શિવજી આપને ત્રિદલ બીલ્વ અર્પણ કરું છું.

શુભસ્તુ...

જય ભોળાનાથ...

હર હર મહાદેવ હર....

Gujarati Motivational by Kamlesh : 111100954
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now