Gujarati Quote in Thought by Jigisha Raj

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#જીવાતી_જિંદગીની_એક_વાત

ક્યારેક જીવાતી જિંદગી એક સ્વપ્ન જેવી લાગે છે.ક્યારે કઈ ક્ષણે એ તમને ખુશી આપે કે ક્યારે કોઈ આંચકો આપી દે એ નક્કી નહીં.તો ય કેટલું નક્કી છે નહીં આપણું જીવન, જીવ્યા કરવાનું...ક્યારે કઈ ક્ષણ અંતિમ હશે એની પરવા કર્યા વિના જીવ્યા કરવાનું....બસ જીવ્યા કરવાનું...

લાગણીઓને જીવતી રાખીને એના ઓછાયામાં બસ હૈયામાં પડઘાયા કરવાનું ..કે હા હોં..હું જીવું છું...બસ..

ખુશીમાં બહુ ભીંજાઈને છલક્વું નહીં
ને દુઃખની ક્ષણે પણ અકબંધ રહેવું, છલકવું નહીં....કેવું નહીં????

ખાલી ખાલી હસવાનું ને..
ભરેલાં હૈયે મોઘમ રડવાનું...
ને પછી
બસ જીવ્યા કરવાનું...

આવું ક્યાં સુધી ફાવશે?
આ જિંદગીને?
આ હસવાનું?
આમ રડવાનું?
ને પછી આમ ખાલી ખાલી બસ જીવ્યા કરવાનું?
ક્યાં સુધી?

Gujarati Thought by Jigisha Raj : 111099920
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now