કદીક સીધું,
કદીક આડું,
ચાલ્યાં કરવાનું આ ગાડું.
કર્મની ઘંટી દળતી રહેતી,
થોડુંક ઝીણું, થોડુંક જાડું.
સપનાંઓને રોકો ત્યાં તો,
ઈચ્છાઓનું આવતું ધાડું.
આંસુનાં તોરણો બાંધીને આંખો પૂછે,
સેલ્ફી પાડું?
આ જીવન છે જ અડવીતરું
બસ,
દિલ થી જીવી લો થોડું..
? શુભ સવાર ?