ખુશનુમા એક સવાર એવી પણ પડે, ભીની જુલ્ફો તારી મારા ચહેરે ઢળે..
ભીંજાય ગાલ મારા તારા હેતભર્યા વ્હાલથી,ને નજર મારી તારી નજરમાં ભળે..
જગાડવા ચાહે મને તારી નખરાળી એ અદાઓ,ને મારા નટખટ સ્પર્શથી તુ મારી બાહોમાં મળે..
હેતની એક હેલી મારા મનમાં ચડે ,પ્રેમનું ઝરણું તારા ય દિલમાં વહે..
કહી દઉ સૂરજને રોજ આ પળો લઇને આવે, ચાય ની પ્યાલી તારા હાથોથી મને ભાવે..
ખુશનુમા કોઇ સવાર એવી પણ આવે...??