શોધજે મને ભીની ભીની લાગણીઓમાં
સુક્કી વ્યવહારીકાતામાં નહી મળું ...
શોધજે મને નજીકથી હૃદયની મોકળાશમાં...
જોજનો વિસ્તરેલી દુરતામાં નહી મળું...
હું અલગ છું... અલગ મારું અસ્તિત્વ...
ભીડની ભાગોળમાં નહી મળું ...
મારા મૌનમાં પણ ભીની વાતો હશે...
અર્થહીન શબ્દોમાં નહી મળું .