ના વૈભવ,ના દેખાવ ફક્ત મને ગમે છે
તું છું એટલે જ આ સંસાર મને ગમે છે
ના છંદ,ના અલંકારિક પિતાંબરી શબ્દો-
સમજી શકે એવી સરળ ભાષા મને ગમે છે,
મુશ્કેલ છે ગણિત નાત-જાત, રસ્મોનું અહી
એટલે ચહેરે બુકાનીનો રીવાજ મને ગમે છે
ન વાત ચાંદ-તારા-વાદળ-આકાશની પ્રિયે
તારી સાથે જોડાતું મારું નામ મને ગમે છે,
વાયદા અંતિમ શ્વાસ સુધીના ને પ્રેમ બે ઘડીનો
કાફલો ચાલી ગયો છતાય આ રાહ મને ગમે છે ...