*દિલને નથી કરાર તમારા ગયા પછી ,*
*આંખે છે અશ્રુધાર તમારા ગયા પછી...*

*યત્નૉ કર્યા હજાર તમારા ગયા પછી ,*
*લાગ્યું ન દિલ લગાર તમારા ગયા પછી...*

*વીતી રહ્યૉ છે એક સરીખૉ સમય બધૉ ,*
*શું સાંજ શું સવાર તમારા ગયા પછી...*

*ખીલે તૉ કેમ ખીલે કળી ઉર-ચમન તણી ,*
*આવી નથી બહાર તમારા ગયા પછી...*

*મહેફિલ છે એ જ એ જ સુરા એ જ જામ છે ,*
*ચડતૉ નથી ખુમાર તમારા ગયા પછી....*

*જીવતૉ તાંતણૉ છે તમારા જ દમ સુધી ,*
*તૂટી જશે ધરાર તમારા ગયા પછી.....*

* નાઝિર ને છેક ઑશિયાળૉ ને તમે કરૉ ,*
*કરશે ન કૉઈ પ્યાર તમારા ગયા પછી....*

* નાઝિર નૉ સાથ છૉડી જનારા જરા કહૉ ,*
*કૉને કરે એ પ્યાર તમારા ગયા પછી.....*

Gujarati Blog by Majithiya Mehul : 111099248

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now