બીબાઢાળ જિંદગીમાં
રોજ
કર્કશ એલાર્મ બૅલથી
ઊંઘ ઉઘાડતી
યંત્રવત્ સવાર,
ભણેલાં મજૂરો જેવો
પ્રોફેશનલ યુનિફોર્મ ચડાવી
ખર્ચની ખાલી જગ્યાઓ પૂરવા
સપનાંઓ-લાગણીઓ દાટીને
દોડતાં હાડપિંજરો,
નિતનવી માથાકૂટના રવાથી
જવાબદારીના ઘીમાં લચપચતો
ધીમા તાપે શેકાયેલો દિમાગી શીરો,
ને થાકેલી આંખો પર
ધીમેકથી ઢળતાં પોપચાં
વચ્ચે
ખોવાતું જતું
એક સરળ, નિર્દોષ સ્મિત !
- જૈમીન❤️