કાંટા ફેરવ્યા આજે ઘડિયાળના
તો વીતેલી એ સુંદર પળ યાદ આવી ગઇ,
કે વરસતા વરસાદ મા ગરમ ભજીયા,
ચા ની ચૂસકી યાદ આવી ગઇ,
નાખીને મિત્રના ખિસ્સામાં હાથ
બીલ આપવાની એ મજ્જા યાદ આવી ગઇ,
કે ગુસ્સે થયેલા મિત્રને
આવતી વખતે હુ આપીશ
એ કહેવાની મસ્તી યાદ આવી ગઇ,
મિત્રો તો થઇ ગયા
પોતાની દુનિયા મા મસ્ત આજે....
પણ ખોલી જુની કિતાબ તો
દોસ્તીની ખુશબુ યાદ આવી ગઇ....
❤️??