ખુશી કે ગમ મળે અમને,અમે પરવા ન
કરનારા,
કશાની ના ફિકર અમને,બનીને મસ્ત
ફરનારા.
અમે ગભરાઈને ક્યારેય નથી જોયું
કિનારા પર,
અમે તો મસ્ત મરજીવા મઝધારેય
તરનારા.
નથી લેવા કે દેવા ભૂત કે
ભાવિની સંગાથે,
અમે તો આજની હર એક
ક્ષણના દોસ્ત બનનારા.
અમે દરિયો વ્લોવ્યો ને મળ્યા છે વિષ
ને અમૃત,
ભલે અમૃત પીએ દુનિયા અમે તો વિષ
પીનારા.
અમારી ઝીંદગી છોને રહી કાજલ
ભરી રાતો,
અવરની ઉજળી-મીઠી સવારો થઇને
ઉગનારા......
kh@n.com