ઝરુખો??
મેં આંખ ઝરુખા થકી તે રુપાળા નર ને નિરખ્યો
ને તે સપનાં થકી મળી ગયો,હુ એને બહાર શોધતી રહી નાદાની થી તે મારા દિલ નાં અંદર મળી ગયો.........
એને મને નામ તો ન કીધું પણ આ લબ્સને મન ઝરુખા થકી વિચારતી કરી ગયો,લાગ્યો મને સરળ તે પણ તે મીઠો કાતિલ નિકળી ગયો.......
મારે તેને નામ માટે ઝગડો થયો મીઠો પણ તે
મને તેને એક અક્ષર આપી જતો રહ્યો,આ લબ્સ ના મન ઝરુખા ને વિચારો માં પાડી ગયો......
આ લબ્સ કલમ માં તેને વાચા આપે ,તે પહેલાં તે એ દિલને પ્રેમ થકી ઘાયલ કરી નાંખે તેવો અંતરો બની ગયો..........
મારુ મન હરી ગયો તે મારુ દિલ પોતાની નામે કર્યું
આ લબ્સ પોતાનું દિલ પરત માંગે તો તે આંખો થકી ઘાયલ કરી ગયો........
આ લબ્સ નેણ તણાં ઝરુખા થી નિહારે તે પહેલાં
તે મધુર સ્મિત આપી ગયો,હુ તેને દિલની વાત બોલુ તે પહેલાં તેની આંખ બોલી ગઈ, આ લબ્સ કહે તેની દિલ ની વાત તે પહેલાં પોતાની વાત બોલી ગયો.હું તેને બહાર નિહારતી રહી તે મારા અંદર વસી ગયાં........
હું તેને શોધતી રહી ચંદ્ર ને તારા માં તે મારા દિલ નું
સંગીત બની ગયો,હું ગીત ગાવાનું ચાલું કરુ પણ તે મારો સ્વર બની ગયો.....
હુ ઝરુખા માં તેના સપનાં રચાવુ એકાંત માં તે
દિલ નું એકાંત મારા પાસે થી ઝુંટવી ગયો.......
હું ઝરુખા થકી તેને પામતી રહી તે મને મસ્તી ભર્યા સ્મિતથી બોલ્યો પાગલ હું તો તારો જ છું, આ લબ્સ કહી બોલે એ પહેલાં તે ચુમ્મી થકી બોલી ગયો.........
મને ચુમ્મી થકી બોલ્યો, અરે પાગલ હું તારા અંદર છું મને તુ બહાર કેમ શોધે છે, હું તારા દિલ ઝરુખા માં છું મને મન ભરી ને માણી લે...........
ઘાયલ લબ્સ????
શૈમી ઓઝા......
Mahesana