આજે કોઈક.. ક્યાંક... મારાથી રિસાય છે
કેમ આજે એવો અણસાર આવે છે...?
નથી ક્યાંક કે કોઈક ને, આજે કાંઇ કહેવાયું
આમ છતાંએ કેમ.. એમ અણસાર આવે છે.?
જીવાઈ રહી છે જીંદગી આજેય એવી જ
નથી કોઈ ઝંખના કે આશાઓ એનાથી,
આમ છતાંય, એના દુખ નો અણસાર આવે છે
દિલ નો હિસાબ મેં રાખ્યો નથી
એની યાદ ના ધબકારાએ મેં ગણ્યા નથી...
આજેય હર એક ધબકાર માં એની યાદ સાથે
એનો અણસાર સતાવે છે....!
નથી કોઈ ફરિયાદ મને... એનાથી..❤️
છતાંએ એના રીસવાનો મને અણસાર આવે છે ??❤️??સંજય ?????