સ્વથી સ્વજનનું રુદન એટલે જિંદગી,
માતાનું એ વ્હાલ ને ચુંબન એટલે જિંદગી
ભેરુ હારે ગમ્મત ને લટાર એટલે જિંદગી,
મંઝિલના પંથે આવતા એ પડકાર એટલે જિંદગી
ભાવ ને લાગણી નો વ્યવહાર એટલે જિંદગી,
અજાણતા થતાં એ ક્રોધને અહંકાર એટલે જિંદગી
સોનેરી કિરણો થી લઈને ઢળતી સાંજ એટલે જિંદગી
કપરી સ્થિતિ માં અડગ એ અંદાજ એટલે જિંદગી,
કોમળ કાયાથી લઈ કાપતાં એ કર એટલે જિંદગી,
ગળથૂથી ને ગંગાજળ વચ્ચેની એે સફર એટલે જિંદગી.