Gujarati Quote in Song by Jiten Gadhavi

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"પ્રીતના ઘેલાં"

અમે તો પ્રીતનાં ઘેલા, અમારા મીન સરોવરના નાતા;
મીન સરોવરના નાતા, અમ થી મૂક્યા નથી મૂકાતા-
અમે તો.....

સરોવર સુકાતાં હંસ ઉડીને, થીર બીજે થઈ જાતા;
વિણું પાંખુંનાં વિહંગડાં અમે, જળ સાથે ઝડપાતા.
અમે તો.....

ઘણ ને ઘાએ અગન ની ફૂંકે, ગાળ્યા એમ ગળાતાં;
ખાખ થિયા વિણ આઘા ન ખસતાં, લોઢા લાકડે જડાતાં.
અમે તો.....

માનવ માટીના જુગજુગ જૂનાં, સબંધ નિભાવ્યે જાતા;
માંડવે ચોરીના માટ મસાણે, આગ લઇ આગળ જાતા.
અમે તો.....

એવી લગન છે કલમ અણીથી, અળગાં થઇ સુકાતાં,
લહિયા આ સહ્યું લીલી ન જાણજે, ખૂટી ધૂળ્ય ખાતાં.
અમે તો.....

કાદવ સરખાં 'દાદ' કે કલેવર ને નીર સાથે નાતાં;
વેઠવા વસમાં વિયોગ એનાં, હૈયાં ચિરાઇ જાતાં.
અમે તો......

:- રચનાં કવિ શ્રી દાદ

Gujarati Song by Jiten Gadhavi : 111098635
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now