એક આખા પત્ર ની જરૂરત નથી
ચૉથિયૉ કાગળ હશે તો ચાલશે.
રૂબરૂ માં નાં મળો, તો નાં સહી
લાગણી કેવળ હશે તો ચાલશે.
મોતીઓ ની પણ મને કિંમત નથી
ફુલ પર ઝાકળ હશે તો ચાલશે.
આપ હો સાથે પછી ફિકર નથી
સંકટો હરપળ હશે તો ચાલશે.
ઍક આખા પત્ર ની જરૂરત નથી
ચૉથિયૉ કાગળ હશે તો ચાલશે.???