?પતંગિયું??
બાગ માં ફુલ ખીલ્યાં છે,
તેમને મસ્તી થી નિહારનાર ખોવાઈ ગયો.....
જગત માં પતંગીયું ખોવાઈ ગયું,
તેને કોણ પહેલા શોધે છે તુ કે હું........
જગત ની આંધળી દોડ થકી,
પતંગિયા ની મસ્તી ક્યાંય પાછળ છુટી,
તેને કોણ પાછી જગાડે છે, તેમાં તું કે હું.......
વસંત ઋતુ પુછે આ લબ્સ ને કે તારા
શબ્દ થકી પતંગીયા ને બોલાવ ને
ફુલો પતંગિયા વગર રહ્યાં, અધુરા
બગીચા માં તો એ કુતુહલ જ ખોવાઈ ગયો,
તેને પાછો કોણ લાવે છે, તુ કે હું........
હજી યાદ છે મને તારા ચહેરા માં પતંગિયા
ને આ "લબ્સે"જોયું હતું, તારા ચહેરા એ ઋુતુ
તો જાણે કેમ ઋતુ બદલી,પતંગિયા જેવી નાદાની
ખોઈ,પાછી લાવ તેને ફુલ કરમાયાં,પતંગિયા ના ચહેરા પર એજ સ્મિત કોણ લાવે છે,તું કે હું.......
તારા ચહેરા માં એ પતંગિયા ના દર્શન કરવા મારે
એ રંગ નું ઈંદ્ર ધનુષ મારે આ કલમ થકી શબ્દ થકી
મારી કોરા કાગળ સમી જીંદગી માં ભરવું ને મારે તેનું પુનરાવર્તન કરી ખાલી યાદ સાથે જાવું,મારે
પતંગિયા ને મારે સપનાં થકી કાગળ માં લબ્સ ની
કલમે એક રંગ ભરવો જીંદગી નો, એ પાછું જગાડને તારા માં રહેલા મસ્ત પંતંગિયા ને
એ કોણ જગાડે છે, તુ કે હું...........
શૈમી ઓઝા "લબ્સ"મહેસાણા??