Gujarati Quote in Blog by પારૂલ ઠક્કર... યાદ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગરજે જો સિંહ તો ભાગી શકાય છે ...પણ કોઈનો અહંકાર ગરજે તો હું. શું કરું ?

વરસે જો આભ અનરાધાર તો છત્રી લઈ લઈએ... પણ નયન જો વરસે અવિરત તો હું શું કરું ?

ખૂંચે કાંટો જો પગ માં તો કાઢી ય લઈએ... પણ વાત ખૂંચે જો કોઈની મન માં તો હું શું કરું ?

હોય જો પીડા તન ની તો દવા ખાઈ લઇયે.. પણ મન ની વેદનાનું હોય જો દર્દ તો શું કરું ?

મળે જો સામા રસ્તા માં તો બોલાવી લઈએ .. પણ રસ્તો જ જો એ બદલે તો હું શું કરું ?......... પારુલ ઠક્કર

Gujarati Blog by પારૂલ ઠક્કર... યાદ : 111098432
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now