હું ઉણો કેમ ઉતરું!
તે છોડી બધી ઈચ્છાઓ મારા માટે,
એ ઈચ્છાઓ પૂરી કરવા હું ઉણો કેમ ઉતરું!
તે છોડી દુનિયાની દરકાર અને લૂંટાવ્યો પ્રેમ અવિરત,
દુનિયા ની દરકાર કરીને હું ઉણો કેમ ઉતરું!
તે વાપર્યા રૂંધાતા શ્વાસ મારા "જીવનદાન"માટે
એ શ્વાસ ને સાચવવામાં હું ઉણો કેમ ઉતરું!
તે છોડી તારી જીદ મારા સ્વમાન માટે
એ જીદ પુરી કરવામાં હું ઉણો કેમ ઉતરું!
તે સર્વસ્વ સોંપ્યું પૂર્ણ વિશ્વાસ સાથે,
તને પ્રેમ પીરસવામાં હું ઉણો કેમ ઉતરું!
જ્યારે બધું અર્પીને "નીલ" થનારી તું
ત્યારે તને પુર્ણ ભરવામાં હું ઉણો કેમ ઉતરું!
- ડો. નિલેશ રામાનુજ
"નીલ"
ભાવનગર-ગુજરાત