એમના રિસામણા અને મારા મનામણા
મારી બગડેલી બાજી ને એ સુધારનારી છે ફરિશ્તા,
એ તો કુદરતે કોતરેલી એક કળી છે પણ
મારા અને એના સપનાની દીકરી છે ફરિશ્તા,
એની સાથે વાત કરવાનું એક બહાનું છે ફરિશ્તા
અમારા બંને નું વચેટિયું બાળક એક છે નાનું ફરિશ્તા
એ મને નહિ જ મળે એ જાણું છું હું,
બસ ઇચ્છા એના મનમાં ઘર કરી જવાની છે ફરિશ્તા,
ફરિશ્તા યાદ આવે તો યે યાદ આવે
અને એ યાદ આવે તો બીજું કંઈ યાદ નહિ આવતું ફરિશ્તા..