હું એક ભટકતી મુસાફર,
આશાઓના ખજાના સાથે દ્વાર આવી ...
તારી યાદ માં તો શું બોલુ મારા યાર
આ લબ્સ પોતાનો દ્વાર પણ ભુલી
સપનાં તો વિખરાઈ ગયા, વાત ખુટી,
દિલ ની ઉર્મીનો પ્રવાહ ખાલી કરવા,
આ લબ્સ તારા દ્વાર આવી.......
આ લબ્સ તારી ચાહ માં દોડતી આવી,
તને પામવા જોગી આ બાવરી જોગણ તારા
દ્વાર આવી.....
આ પ્રેમ ની પળ ને યાદ દોહરાવા
એક પ્રેમ જોગણ તારે દ્વાર આવી......
આંખ ખોલુ તું દેખાય હોઠ પર તારા નામ
થી દિ શરુ થાય,ને તારા નામ થી રાત થાય
શ્વાસ મારા હોય ને હક તારો,આ દિલ મારું હોય
એમાં તારી સહી હોય મારી ઉપર આ લબ્સ તારા દિલ ના દ્વાર એ પ્રેમ ની ભિક્ષા માંગવા આવી......
તારા વખાણ તો કેવી રીતે કરું આ લબ્સ ગુમનામ સર પાસે થોડા શબ્દ ઉધાર લાવી એક પ્રેમ જોગણ તારા દ્વાર આવી પ્રેમની ભીક્ષા માંગવા...........
શૈમી ઓઝા લબ્સ.....