ગઝલ
જીવનમાં ગોટાળા ના કર
પાપોના સરવાળા ના કર
સીધું સાદું જીવી લે તું
સંબંધોનાં જાળાં ના કર
થાવાનુ છે ટોટલ એનું
કર્મોમાં કુંડાળાં ના કર
તનમાં હો એવું મનમાં હો
બગલા જેવી માળા ના કર
અંતે તો ઊઘાડું પડશે
બોલીને હોબાળા ના કર
ખાલી હાથે જાવાનું છે
પૈસાના તું પાળાના કર
???