English Quote in Thought by Jimmy Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

22-02-2019 પાણીપુરી

પુરુષવર્ગ નો પેહલો પ્રેમ જો ચા હોય તો સ્ત્રીવર્ગ નો પેહલો પ્રેમ પાણીપૂરી જ રેહવાનો.
ગામડા ના દરેક ચોરે થી લઇને શહેરો ના દરેક ચાર રસ્તા પર જોવા મળતી બલા એટલે પાણીપૂરી.

બીજા રાજ્યો કરતા કદાચ ગુજરાત મા પાણીપૂરી ની લોકપ્રિયતા એટલી વધુ છે કે વર્ષો થી બીજા રાજ્યો ના લોકો ગુજરાત મા ફક્ત પાણીપૂરી વેચી ને પોતાનુ ગુજરાન ચલાવે છે. જેને સ્ત્રીવર્ગ "ભૈયા" ના નામ થી ઓળખે છે.

ભૈયા થોડી તિખી બનાવજો....

શનિવાર અને રવિવાર તો કદાચ મંદિર કરતા પણ વધારે ભીડ આ ભૈયા પાસે જોવા મડે છે.હજુ પણ રવિવાર ની સાંજ સ્ત્રીવર્ગ પેટભરી ને પાણીપૂરી અને પુરુષવર્ગ (કદાચ ક-મને) ખાલી ખિચડી ખાઇ ને વિકેન્ડ નો આનંદ લેતા હોય છે.

ભૈયા 20 ની બીજી બનાવો....

પાણીપૂરી પર બેન લાગશે ની વાતો ખાલી ન્યુઝ પુરતી જ રહી ગયી. અને ગંદકી નો પ્રશ્ર્ન ઉભો જ રહી ગયો.પાણીપૂરી નો ઇતિહાસ શુ છે એ નથી ખબર પણ આનુ ફ્યુચર બ્રાઇટ જ છે એ વાત નક્કી.

ભૈયા હજુ થોડી તિખી બનાવો ને....

પોસ્ટ આપતા પેહલા પબ્લીક ઓપિનિયન લેવાનુ મન થયુ તો 10 જણા ને પુછ્યુ તો એમાથી 9 એ કિધુ કે "હા બહુ જ ભાવે "
અને 1 ના કેહનાર ને મે "ધન્ય છો" પણ કિધુ. ઇનકેક્ટ મારી 2 ફ્રેન્ડ્સ એ તો પોતાની મન્નત પુરી થાય એ માટે પાણીપુરી ના ખાવાની બાધા પણ લીધી છે.

બેનજી તમારી 120 ની થયી હજુ બનાવુ ? ?

English Thought by Jimmy Jani : 111097691
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now