ખાસ રચના... સાબદો રે જે હે પાકિસ્તાન...
મારો સાવજ સમો વીર સપૂત આજ ગુમાવ્યો રે...
જીહાદ ની આડ માં આજ દેશ નો લાલ ઘવાયો રે...
કાયર, કપટી, દુશ્મનો એ ફરી પાછળ થી દાવ લગાવ્યો રે...
કોઈ ભાર્યા, ભગિની, ભારું અને ભૂમિ નો આર્તનાદ સંભળાયો રે...
તિરંગો લપેટી આજ લાડકવાયા ને શણગાર સજાવ્યો રે...
મારી સુરક્ષા કાજ સૈનિક સહજ સ્વર્ગ સિધાવ્યો રે...
સાચા દેશભક્ત ને પ્રભુ એ છાતી સરસો લગાડ્યો રે...
નહીં છોડીએ 'દેશદ્રોહી'ઓ તમને પણ, આખો ભારત દેશ ચિડાયો રે....
"સાબદો રે જે હે પાકિસ્તાન" તારા બાપ ને તે અકળાવ્યો રે...
-ડો. નિલેશ રામાનુજ "નીલ" (ભાવનગર)
જય હિંદ... જય હિંદ કી સેના...