દિવસ રાત ભમતાં આ મનને એક સાંજ ગમતી મળે..કોઈ ખુશી રમતી મળે..
લાગણીઓ ની આંધીમાં ફસાયેલી એક વાદી મળે
ને મનને મનાવવાની એક મીઠી યાદી મળે...
એક ખૂણો ખાલી મળે..જ્યાં બેસવાને બારી મળે.
ને ઢાળવા ને માથું એક ખભો મળે...
ને વહાવવા ખુશીના આંસુ પ્રેમની ભરતી મળે..??