Gujarati Quote in Blog by GAURANG KUBAVAT

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક : ગુજરાતી ભાષા એટલે

ગુજરાતી ભાષા એટલે :

જો એ સ્વયં પ્રભુ ના મુખ થી અગર કહેવાય તો, દ્વારકા ના ધીશ ને સોમ ના નાથ પર ગુજરાત નાં નાથ તણું હિત થયાં વિના રહે નહીં.

ગુજરાતી ભાષા એટલે :

ભારત ની પશ્ચિમી છોર પર આવેલ રાજ્ય ની સાડા છ કરોડ જનતા ના હૃદય નો ધબકારો,

ગુજરાતી ભાષા એટલે :

ગુજ્જુ માણસો ની અદ્ભૂત પ્રીત ની સમરસ મોટાઈ નું ગીત,

ગુજરાતી ભાષા એટલે :

જયાં નું કલચર, લાગે બહુ ભરચક ને પૂજાય છે માં બહુચર,તેવી સચરાચર ની ભૂમિ નુ સંગીત રજુ કરતી ભાષા,

ગુજરાતી ભાષા એટલે :

જયાં ની શૈલી માં લખાય છે ગીત
સરદાર,નરસૈયા,ગાંધી નું જેને જન્મ થી તો ખરા પણ કર્મ થી યાશગાથા ગુજરાત ની લખી,

ગુજરાતી ભાષા એટલે :

જયાં ના કવિઓ ની રચના પ્રસ્તુતિ સ્વર્ણ અક્ષરે ગુજરાત ની યશગાથા નું આલેખન પામતી હોઇ,

ગુજરાતી ભાષા એટલે :

ગીર સિંહો ની ડણક થી માંડી ડાકોર ના રણછોડરાય સુદ્ધા ની ઝાંખી પ્રસ્તુત કરતી અલંકારીક ભાષા,

જય ગુજરાત, જય ગુજરાતી

Gujarati Blog by GAURANG KUBAVAT : 111097203
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now