Gujarati Quote in Whatsapp-Status by Tanvi Tandel

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક વ્યક્તિને પોતાની માતૃભાષા પર ગર્વ હોય છે. અને કેમ નહિ ? હોવો જ જોઈએ. અનુભૂતિની, વિચારોની, સ્વપ્નની, હ્રદયની ભાષા આપણી માતૃભાષા છે.બે વ્યક્તિ ઝઘડતી હોય ને તો એ એની માતૃભાષામાં જ ઝગડી શકે.બે પ્રેમીપંખીડા ભલે મોબાઈલ માં લવ યુ મેસેજ મોકલતા હોય પણ લાંબી લચક વાતો તો પોતાની માતૃભાષા ગુજરાતીમાં જ કરે.વ્યક્તિને પ્રેમ જતાવવા, હ્રદયની સંવેદના વર્ણવવા , ઝઘડવા,વિચારોના પ્રગટીકરણ માટે પોતાની ભાષા ગુજરાતી જ ગમે. આપણા બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આપણે ફરજિયાત આગ્રહ રાખીએ છીએ તો તેને માતૃભાષા નો વારસો કેવી રીતે આપીશું? હા, અંગ્રેજી શિક્ષણની ચોક્કસ જરૂરિયાત છે પરંતુ માતૃભાષા ભોગે તો નહિ જ. અંગ્રેજી વાયરો ચરમસીમાએ છે ત્યારે આજે વિશ્વ માતૃભાષા દિવસે સંકલ્પ કરીએ આપણી માતૃભાષા ગુજરાતી ને જીવંત રાખવાનો, તેનું સંવર્ધન કરવાનો. મિત્રો ગર્વ કરો આપણી માતૃભાષા ગુજરાતી છે. ભવ્યાતિભવ્ય ગુજરાતી ભાષાનો ખજાનો પુસ્તકો રૂપે આપણી સમક્ષ છે.આજના દિને એક સંકલ્પ કરીએ અઠવાડિયે,,મહિને નહિ પણ એક આખા વર્ષ દરમિયાન ઓછામાં ઓછાં બે ગુજરાતી પુસ્તકો તો ચોક્કસ ખરીદિશું.અને ફરજીયાત માતૃભાષાના પુસ્તકો વધુ વાચીશું.ઘર આંગણે થી માતૃભાષાનું જતન કરવાનો પ્રયત્ન કરીએ. આપણે વાંચીશું તો ભવિષ્ય ની પેઢી ગુજરાતી ભાષા જાણશે, વાંચશે, માણશે ને અપનાવશે. ગુજરાતી હોવાનો ગર્વ અનુભવશે.

અંગત અનુભૂતિની દુનિયા ગુજરાતી
ધન્ય છે મારી માતૃભાષા ગુજરાતી
વ્યક્તિત્વ ની આગવી ઓળખ ગુજરાતી
બનાવીએ હ્ર્દય ધબકાર ગુજરાતી
મીઠાશ ભરતી સુંદર ક્ષણોમાં ગુજરાતી
વાંચીએ ગુજરાતી,બનીએ ગર્વથી ગુજરાતી
ધન્ય છે મારી માતૃભાષા ગુજરાતી.
- તન્વી કે ટંડેલ.

Gujarati Whatsapp-Status by Tanvi Tandel : 111097120
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now