Gujarati Quote in Thought by Kinjal Sonachhatra

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કૂતરું પાછળ દોડે ત્યારે
હડ... હડ... જ કરવું પડે...
ત્યારે EXCUSE ME કહી તો ના ચાલે...
એ આપણું ગુજરાતી...

સપના જે ભાષા માં આવે
એ આપણું ગુજરાતી...

મિત્રો સાથે જે ભાષા માં કોકની પંચાત કરવાની મજા આવે
એ આપણું ગુજરાતી...

કક્કા ની શરૂઆત કલમ અને અંત જ્ઞાન થી થતી હોય
એ આપણું ગુજરાતી...

જેણે બીજી ભાષા(english) ખૂબ આવડે પણ
વ્યાકરણ ભૂલ વગર જો આપણે પણ એ બોલી શકીએ
એ આપણું ગુજરાતી...

ને જે ભાષા માં મારી "માતા" નો પણ સમાવેશ થાય...
જે આપણી "માતૃભાષા"
એ આપણું ગુજરાતી...

- કિંજલ સોનછત્રા

Gujarati Thought by Kinjal Sonachhatra : 111097078
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now