લાગણીઓ વ્યક્ત કરવા શબ્દો ની કયા જરૂર પડે છે
મન ને સમજવા માટે મન થી કયા દૂર જવાની જરૂર છે
છે એ હૃદયમાં એને કયા કહેવાની જરૂર પડે છે
માંગવી દુઆ એના માટે એની સાથે રહેવાની કયા જરૂર પડે છે
થાય જો પીડા વિરહ ની એને સંબોધવાની કયા જરૂર પડે છે
અશ્રુઓ વહે જો નયનથી એને લૂછવાની કયા જરૂર પડે છે
.
સૌ ને વિશ્વ માતૃભાષા દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
હર્ષા દલવાડી(તનુ)