ગુર્જર મારી ધરા, ને માતૃભાષા ગુજરાતી
વ્હાલ થી સૌને વધાવે એ માતૃભાષા ગુજરાતી...
મારી અંતરની અભિવ્યકતી નું માધ્યમ ગુજરાતી,
મારા ભીતર ના ભાર નો ઉતાર ગુજરાતી,
મારી અવ્યક્ત લાગણીઓ ની વાચા ગુજરાતી,
મારા ભાવના ના ભાવ ની અભિલાષા ગુજરાતી,
મારા જીવનની પ્રગતિનો આધાર ગુજરાતી,
મારી સમજણ ના સુખ નો આધાર ગુજરાતી....
મારા વિચારો ના ઐશ્વર્ય નું મૂળ ગુજરાતી,
મારા તમામ સુખો નું કુળ ગુજરાતી....
વોરા આનંદબાબુ....