પ્રેમ
પ્રેમ, સ્નેહ, અને મોહબ્બત આ બધા શબ્દો જેટલા સાંભળવામાં સુંદર લાગે છે, તેટલા જ તેને સમજવા પણ મુસ્કીલ હોય છે
કોણ જાણે કેટલા દિવાના ઓ એ પ્રેમ ના શબ્દો ના દાયરા મા કેદ કરવાની કોશિશ કરી હસે, પણ હમેશાં મારા જેમ અસફળ જ રહીયા હશે, કેમ કે પ્રેમ કોઈ શબ્દો નો મોહતાજ નથી
ક્યારેક તમે કદાચ માસૂમિયત મા થયેલી લાગણી ને પ્રેમ સમજી લેતા હોય છે, થોડી અમસ્તી મુલાકાતો ને પ્રેમ સમજી લેતા હોય છે કે કદાચ એક પગલપન ને એક ઇશ્ક જુનુન માની બેઠા હોએ અને સંબંધો ના આ દલદલ માં ફસાતા જતા હોએ,
સંબંધ હમેશાં પતંગ ની દોરી જેવો હોય છે, જેટલો પાક્કો દોર
એટલો પ્રેમ ના આકાશમાં ઊંચે ઉડતો જતો રહેશે, પણ કાચા દોરા ફક્ત ગુચવાડા જ સુલજાવે છે, રદય નાં મામલામાં માનવી
બોવ ભોળા હોએ છે ક્યારે કોને આપડો સમય અને વ્યક્તિત્વ સોપી દેતા હોય છે તે જાણ પણ નથી હોતી, પણ સંબંધ નો આવો હાલ ક્યારેક ક્યારેક ગાળા નો ફંદો પણ બની જાય છે, શું તો પણ તેને પહેરી રખાય?