એક વાત કહું ???
મારા ગાલને તારા હોઠથી ભીના થવાની જાહોજલાલી નથી મળી .... ના તારા ખોળામાં માથું રાખીને આ દુનિયાથી બેખબર થઇ જવાની બાદશાહી ... ના તો મારી આંગળીઓ ને તારી આંગળીઓનો સ્પર્શ નશીબ થયો છે !!! ના તો મારી વહેતી આંખોને તારી છાતીની હૂંફ !!!
ના અડધી રાતે આંખ ખૂલે ત્યારે તને સૂતી જોવાની મારી ઈચ્છા પુરી થઇ છે ... ના તારી રાહ જોતાં જોતાં ઊંઘમાં સરી પડવાની મજા !!! ના તારી ગેરહાજરીમાં તારા ડ્રેસમા તારી હાજરી શોધવાની મંજૂરી ...ના તારી એંઠી ચા પી શકવાની તકદીર મળી છે !!!
ના તારી જોડે સૂર્યોદય કે સૂર્યાસ્ત જોવાની ઘટનાઓ ઘટવાની છે ... ના ક્યારેય કોઇ મૌસમ સાથે માણવાની છે... ના મારે એકેય તહેવારમાં તારા રંગે રંગાવાનું છે ... ના મારે તારી જોડે સિનીયર સીટીઝન બનવાનું છે !!!
ના તારા નામની આગળ મારું નામ લખાવાનું છે ... !!
છતાં તું છે ... તું છે !!!