ચાર રૂપિયા બસનું ભાડું
રોજ સાલું ક્યાંથી કાઢું ?

જોઉ છું આકાશ સામે
તો તરત જુએ છે આડું.

ભીંત પણ થાકી ગઇ છે
કેટલા મુક્કા પછાડું ?

ટ્રેનમાં એવો ચઢું છું
હોંઉ જાણે ધાડપાડુ.

ટેરવાં બરછટ થયાં છે
કઇ રીતે સ્પર્શો ઊગાડું?

રોજ પડછાયાઓ પહેરું
રોજ પડછાયાઓ ફાડું.

મારા જેવા કોઇકને હું
આયનામાંથી ભગાડું.

Gujarati Shayri by Taran_Goswami : 111096192

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now